અંબાજી માં અષાઢી પૂનમે ગુરુ પુર્ણિમા ને લઇ મંદિરમાં ભક્તો ની ભારી ભીડ ઉમટી
યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે ભક્તો રવિવાર આઠમ અને પૂનમે દર્શન કરવા આવતા હોય છે. અંબાજી મંદિરમાં આજે પૂનમે સવારે 6:00 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા.લાંબી-લાંબી લાઈનો પણ મંદિર પરિસરમાં જોવા મળી હતી.
અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ લાઈન વ્યવસ્થામાં ભક્તો જોડાયા હતા.મંદિર સવારે 6:00 વાગે ખુલતા આરતીમાં ભક્તોએ મા અંબાના મંદિર સમક્ષ આરતી કરી હતી. દર પુનમ ભરવા આવતા ભક્તો પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.અંબાજી મંદિરને પૂનમના દિવસે રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ. અંબાજી ખાતે આજે રવિવાર અને પૂનમ હોઈ ભક્તો વહેલી સવારથી જ દેવ દર્શન કરવા આવ્યા હતા. મંદિરના ચાચર ચોકમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
બોલ મારી અંબે જય જય અંબે નો નાદ પણ શક્તિપીઠમાં સાંભળવા મળ્યો હતો. જેને લઇને ભક્તિમય માહોલ અંબાજી ખાતે જોવા મળ્યો હતો. અનેકો ભક્તો આજે ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ આશ્રમમાં જઈને આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે અનેક ભક્તો માતાજીને જ ગુરુ માનતા હોય છે ત્યારે માતાજીના ધામ પહોંચી માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.