વાવ પંથકની પરિણીતાનું વિધર્મી યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
થરાદ તાલુકાના હાથાવાડા ગામનો ઇમામશાહ અલીમહમદ નામનો ૨૩ વર્ષીય યુવક ઇકો ગાડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોઈ બાજુના ગામમાં રહેતી અને વાવ પંથકમાં સાસરિયું ધરાવતી પરિણીતાના સંપર્કમાં આવી તેને માયાજાળમાં ફસાવી ગતરોજ તારીખ ૨૭ ના રોજ તેની સાસરીમાં આવી તેનું અપહરણ કરી ભગાડી જતા પરિણીતાના સાસરિયા પક્ષવાળા એ વાવ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ આપતા જેની જી.પો.વડા એ ગંભીર નોંધ લઈ થરાદ ડી.વાય.એસ.પી.ને આદેશ કરતા ડી.વાય.એસ.પી એ અલગ અલગ ટીમો બનાવી તપાસ આદરતા ગત રોજ તા.૩ માર્ચ ના રોજ મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતેથી વિધર્મી યુવક સાથે ગૂમ થયેલ પરિણીતા ઝડપાઇ જતા પોલીસે વધુ પૂછતાછ કરી વાવ પોલીસ મથક ખાતે પૂછપુરછ કરતા વિધર્મી યુવક તેનું અપહરણ કરી વિવિધ શહેરમાં લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ આચરતા વાવ પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ અપહરણ બળાત્કારનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.