ડીસા તાલુકાના એક પશુપાલકે ગાયના છાણનું વેચાણ કરી 5 લાખ થી વધુની આવક મેળવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે.પશુપાલકો દૂધ મંડળી ખાતે પશુઓનું દૂધ ભરાવીને આવક મેળવે છે. બનાસ ડેરી દ્વારા બાયો સીએનજી પ્લાન્ટ બનાવ્યો છે, હવે પશુપાલકો પશુઓનું છાણ વેચીને આવક મેળવતા થયા છે.ડીસા તાલુકાના યાવરપુરા ગામના 52 વર્ષના રાજાજી મગનાજી રાજપૂતે ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.રાજાજીનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો,પણ ખેતીમાં નુકસાન થતું હોવાથી રાજાજીએ પશુપાલનનો પણ વ્યવસાય અપનાવ્યો હતો.ધીરે-ધીરે તેઓએ 7 જેટલા પશુ લાવીને પશુપાલનની શરૂઆત કરી હતી.પશુઓનું દૂધ ભરાવી તેઓ 10 હજાર જેટલી આવક મેળવતા હતા. હાલ તેઓ પાસે 50થી વધુ પશુઓ છે.પશુઓના દૂધ થકી તેઓ મહિને અઢી લાખ જેટલી આવક કરે છે.આ વધારાની આવક મેળવવા તેઓએ બાયો સીએનજી પ્લાન્ટ ખાતે છાણનું વેચાણ કરવાનું પણ શરૂ કર્યું છે.ત્રણ વર્ષ પહેલાં બનાસકાંઠાના દામા ગામ નજીક બનાસ ડેરી દ્વારા બાયો સીએનજી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અહીં શરૂઆતમાં કિલો દીઠ એક રૂપિયેના ભાવે છાણની ખરીદી કરવામાં આવતી હતી. હાલ બાયો સીએનજી પ્લાન્ટ ખાતે 5 ગામોમાંથી છાણ ખરીદવામાં આવે છે. આ પશુપાલક રોજનું 700 થી 800 કિલો છાણ બાયો સીએનજી પ્લાન્ટ ખાતે આપે છે.તેઓએ 3 વર્ષમાં 5 લાખથી વધુની કમાણી કરી છે.છાણના વેચાણ થકી સૌથી વધારે કમાણી કરનાર પશુપાલક તરીકે ઓળખાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.