અકસ્માતોમાં થતા મોતને અટકાવવા ડીસામાં હેલ્મેટ રેલી યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આજે પોલીસ વિભાગ અને સર્વોદય લો કોલેજ દ્વારા હેલ્મેટ જાગૃતિ રેલીનું આયોજન કરાયુ હતું. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે ફરી પોલીસ અને વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નાટક રજૂ કરી લોકોને હેલ્મેટ વગર થતાં અકસ્માત અંગે માર્ગદર્શન આપી જાગૃત કર્યા હતા.રોજબરોજ અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને તેમાં પણ હેલ્મેટ વગર બાઈક ચલાવતા અનેક લોકો સામાન્ય અકસ્માતમાં પણ માથાના ભાગે ઇજા થતાં મૃત્યુ પામે છે. જેના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારની અને સ્વજનોની હાલત ખૂબ જ કફોડી બની જાય છે. ત્યારે હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ આવે, તમામ લોકો અને બાઈક ચાલકો ટુ વહીલર પર હેલ્મેટ પહેરીને જ ઘરેથી નીકળે. તે માટેની જાગૃતિ લાવવા માટે આજે ડીસામાં પોલીસ અને સર્વોદય લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું.

સર્વોદય લો કોલેજ થી શરૂ થયેલી આ હેલ્મેટ રેલી એરપોર્ટ ચાર રસ્તા, બગીચા સર્કલ અને ફુવારા સર્કલ થઈ શહેરના માર્ગો પર ફરી હતી. જ્યારે લો કોલેજના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના નાટક રજૂ કરી સામાન્ય અકસ્માતમાં પણ હેલ્મેટ વગર લોકો કઈ રીતે મોતને ભેટી રહ્યા છે. તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ અંગે ડીસા વિભાગના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા અને વિદ્યાર્થીની કોમલ જોશીએ જણાવ્યું હતું કે, અત્યારે માર્ગ અકસ્માતમાં હેલ્મેટ વગર લોકોના મોતની સંખ્યા વધી રહી છે. ત્યારે લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તે માટે આજે પોલીસ અને સર્વોદય લો કોલેજના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે યોજી લોકોમાં હેલ્મેટ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.