વડગામડા ખાતે આરોગ્ય લક્ષી નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના વડગામડા સેવા સહકારી મંડળીના મંત્રીએ આરોગ્ય સેવાઓ પરત્વે ગ્રામજનોમાં જાગૃતિ ઊભી કરવા એક કેમ્પ તથા માર્ગદર્શક શિબિર યોજવા સૂચન કર્યું હતું. આ સૂચનને અંતર્ગત આરોગ્ય સેવાઓ પ્રત્યે વ્યવહાર પરિવર્તન લાવવા તાલુકા હેલ્થ કચેરી – થરાદ દ્વારા સેવા સહકારી મંડળી – વડગામડાના ઉપક્રમે વડગામડા ગામે અંબાજી મંદિરના પટાંગણમાં જાગૃતિ કાર્યક્રમ અને વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સેવા સહકારી મંડળી વડગામડાના અધ્યક્ષસ્થાને મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કન્સલ્ટન્ટ ધીરુ કોટવાલે સગર્ભા બહેનોને નિયમિતપણે સ્થાનિક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવવા અને પોષણયુક્ત આહાર લેવા સમજ આપી હતી ભોરડુ પ્રાથમિક કેન્દ્ર દ્વારા આયોજિત આ કેમ્પમાં સેવા સહકારી મંડળીના તમામ સભાસદ ભાઈ-બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોના બિનચેપી રોગો તથા બ્લડપ્રેશર, ડાયાબિટીસ, શરદી ખાંસી, તાવ વગેરેની સ્થળ ઉપર જ સઘન તપાસ કરી જરૂરી સારવાર અને તબીબી સલાહ પૂરી પાડવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.