અંબાજીમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જ્યાં તજજ્ઞો દ્વારા પરીક્ષાને લઇ કોઈપણ જાતનો સ્ટ્રેસ ન રાખવાને પોતાની પૂર્વ તૈયારીઓ સાથે પરીક્ષા આપવા જણાવ્યું હતું. એટલું જ નહિ મોટાભાગના વિદ્યાર્થીઓને હવે બોર્ડની પરીક્ષા સ્થાનિક સ્થળે જ યોજાવાની હોવાથી કોઈએ પણ માનસિક ત્રાસ અનુભવું જોઈએ નહિ.
પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે તેમના વાલીઓને પણ જાણે પરીક્ષા આવતી હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના બાળક માટે જતા હોય છે. ત્યારે તેવા વાલીઓને પણ સાથે ના લાવવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. ગત વર્ષે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જયારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ તેમને અભ્યાસ કરાવનાર આચાર્ય સહિત તમામ શિક્ષકગણનું શાલ ઓઢાડી સન્માનિત કર્યું હતું. બાળકોએ પણ પોતાના મંતવ્ય રજૂ કરતા કહ્યું હતું કે વિધાર્થીઓને પરીક્ષામાં જેટલું આવડે તેટલાથી લખવાની શરૂઆત કરાવી જોઈએ રહી ગયેલા પ્રશ્નોનો જવાબ આપમેળે મળી જશે.