પાલનપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ૧૦ નવદંપતિના સમૂહ લગ્ન યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

એકતા સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાલનપુરના રોયલ પાર્ક સોસાયટી ખાતે આવેલ કલદાર હોલમાં 10 નવદંપતીના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જમિયત ઉલમા એ હિંદના પ્રમુખ મૌલાના અબ્દુલકુદદુસની અધ્યક્ષતામાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પાલનપુર શહેર કાજી સાહેબે 10 દુલ્હા દુલ્હન ઓના નિકાહ કરાવ્યા હતા. આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે પાલનપુર શહેરના પ્રતિષ્ઠિત અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

એકતા કમિટીના આયોજક ગફુરભાઈ અને સીતાબ કાદરી દ્વારા સતત દસ દિવસના અથાગ પુરુષાર્થના પરિણામે ખૂબ જ સરળતાથી અને સફળતાથી સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેર કાજી દ્વારા નિકાહ પઢાવ્યા પછી દુઆ કરવામાં આવી હતી. કમિટીના સભ્યો ગફુરભાઈ અને સીતાબ કાદરી દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું અને સાલ ઓઢાડી હતી. માત્ર બે જ દાતાઓ દ્વારા સફળતાથી પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન સંપન્ન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.