સીમા દર્શન નડાબેટ ખાતે સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.01 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


જે અંતર્ગત ગુજરાત વિધાસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો- પાક. બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ સહભાગી બન્યા હતા.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, પ્રાણાયામ યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો અને આપણું સંશોધિત જ્ઞાન છે. આપણી સંસ્કૃતિ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ અને વસુધૈવ કુટુમ્બકમ” વિચારધારાની છે. આપણે જ્ઞાનને છુપાવ્યું નથી, એની પેટન્ટ આપણે કરાવી નથી. જે સારું છે એ આખી દુનિયા માટે છે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મુક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.