ડીસા ખાતે ભવ્ય યોગ મહોત્સવ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પાટણ હાઈવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટ ખાતે આગામી 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2024 દરમિયાન યોગ મહોત્સવનું આયોજન આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં યોગગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ ફેકલ્ટી શૈલેષજી રાઠોડ પધારી રહ્યા છે. જેમાં જોડાવવા ડીસાવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે.આ બાબતે યોગગુરૂ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે, યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે. અશાંત મનને શાંત પૂર્ણ બનાવે છે. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે. આ યોગથી માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું પણ નિયમન થાય છે. આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે. યોગ એ આપણા મનને એકાગ્ર, દૃઢ અને સાકારાત્મક તથા સર્જનશીલ બનાવે છે. તેમજ યોગ દ્વારા બુદ્ધિ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. યોગ જીવનદ્રષ્ટિ છે કે જેનાથી માનવમાં વ્યક્તિગત અને સામાજિક સદગુણો પ્રગટે છે અને વ્યક્તિ સદાચારી અને આત્મસંયમી બને છે.


યોગની આ જીવનદ્રષ્ટિ આખી દુનિયાને ભારતે આપેલું નવું નજરાણું છે. આજે દુનિયાના અનેક દેશોમાં યોગને મહત્વ આપ્યું છે અને યોગ લોકો કરે છે, તેનું કારણ એ કે યોગ એ માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ચાર દિવસીય આ યોગ મહોત્સવમાં યોગ પ્રાણાયામ હળવી કસરતો તેમજ સ્વાસ્થ્યને લગતી બાબત અંગે યોગગુરૂ શૈલેષ જી રાઠોડ માર્ગદર્શન આપશે આગામી તા.6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2024 દરમિયાન યોગ શિબિર યોજાશે જોડાવા માટે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.