વડગામ ના ભૂખલા ગામે આવેલ ખેતર માં ચાલતું જુગારધામ ઝડપાયું : સાત જુગારીઓ ઝબ્બે

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસે એક કાર, સાત મોબાઈલ ,ત્રણ મોટરસાઇકલ સહિત કુલ ૨ ,૮૪ લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો: વડગામ તાલુકાના ભૂખલા ગામે આવેલ એક ખેતરમાં ચાલતા જુગારધામ ની વડગામ પોલીસ ને મળેલ બાતમી આધારે છાપો મારી જુગાર રમાડતા ઇસમ સહિત કુલ સાત જુગારીઓ ને ઝબ્બે કરી રૂપિયા ૯૮ હજાર રોકડા સહિત કુલ ૨ ,૮૪ લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ મચી ગયો હતો.

પવિત્ર શ્રાવણમાસ માં જિલ્લા માં જુગાર રમવા ની મૌસમ ખીલી છે.જ્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓ ઉપર પોલિસ સતત તપાસ હાથ ધરી આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.વડગામ પીએસઆઇ એન.વી.રહેવર , હે.કો. યાજ્ઞિકભાઈ સહિત ની ટિમ પેટ્રોલિંગ કરી રહી હતી  તે ખાનગી બાતમી મળી હતી કે ભૂખલા ગામે ભાવિક માધવલાલ પ્રજાપતિ પોતાના ખેતર માં કેટલાક ઈસમો ને ભેગા કરી જુગાર રમાડે છે.જેથી પોલીસે બાતમી  સ્થળે છાપો મારી જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડી સ્થળ ઉપર થી કુલ રૂપિયા ૯૮ હજાર રોકડા એક કાર , સાત મોબાઈલ , ત્રણ મોટરસાઇકલ જપ્ત કરી કુલ રૂપિયા ૨ લાખ ચોર્યાસી હજાર નો મુદ્દામાલ જપ્ત કરી સાતે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વડગામ પોલીસ ની કાર્યવાહી ને લઈ મોટા માથાઓ ને છોડાવવા કેટલાક રાજકીય વગ ધરાતાં આગેવાનો એ ભારે ધમપછાડા કર્યાં હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળે છે. વડગામ ના ભૂખલા ગામે જુગાર ધામ ઝડપાતા પંથક માં ચકચાર મચી જવા પામી હતી.

જુગાર રમતા ઝડપાયેલા ઈસમો ના નામ

(૧) ભાવિકકુમાર માધવલાલ પ્રજાપતિ રહે. ભૂખલા તા.વડગામ

(૨) ઇસુફખાન સમરતખાન શેરાણી રહે. ભૂખલા તા.વડગામ

(૩) પચાંણભાઈ ભૂપતાભાઇ ચૌધરી રહે. પીલુચા તા.વડગામ

(૪) ભરતસિંહ નાથુજી રાજપૂત રહે. મેગાળ તા.વડગામ

(૫) આરીફખાન નજર મહંમદ ચેલાણી  ( પઠાણ) રહે. ભૂખલા તા.વડગામ

(૬) બાબુભાઈ પુંજાભાઈ પરમાર રહે.મેગાળ તા.વડગામ

(૭) વીરસંગજી હમીરજી ઠાકોર રહે. વાવડી તા. ખેરાલુ

ઝડપાયેલા મુદ્દામાલ

રોકડા રૂપિયા ૯૮ હજાર

મોબાઈલ નંગ – ૭ કિંમત રૂ. ૨૬ હજાર

એક કાર ,ત્રણ મોટરસાઇકલ કિંમત રૂ. ૧ , ૬૦ લાખ

મળી કુલ ૨ ,૮૪ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.