આસેડા ગામે ડીપીમાં આગ લાગતા અફડાતફડી

બનાસકાંઠા
aaseda fire dp
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ આસેડા : ડીસા તાલુકાના આસેડા ગામની વચ્ચે આવેલ વીજ ડીપીની મુખ્ય સ્વીચમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આજુબાજુ રહેતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે વીજ ડીપી વેલા પાંદડાઓથી ઘેરાઈ ગઈ છે. જેના કારણે આગ લાગી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું અને વીજ કંપનીના કર્મચારીઓની લાપરવાહી સામે રોષ વ્યકત કર્યો હતો. વીજ ડીપીમાં આગ લાગતા ગામમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. જેથી કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા હતા. ઘટનાની જાણ થતાં હેલ્પર બી.કે.ઠાકોર અને એમ.એ મન્સુરી દોડી આવ્યા હતા અને ડીપીના સમારકામની કામગીરી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.