ધાનેરા કારગિલ હોટલ પાસે ગાડીમાં આગ લાગતા અફરાતફરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા કારગીલ હાઇવે પર અચાનક વાનમાં આગ લાગતા ગાડી અંદર પડેલ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો છે તો બીજી તરફ કોઈ જાનહાની ન થતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. ધાનેરાથી ઘાણા ગામે જઇ રહેલી વાનમાં અચાનક ધાનેરા અને કારગીલ હાઈવે પર આગ લાગતાં લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ગાડીમાં રહેલ ચાલક સહિત ઈસમો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ બચી હતી. ત્યારે ગાડીમાં પડેલ સામાન સહિત ગાડી બળીને ખાખ થઇ જતા ગાડી માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવેલ છે. સમગ્ર ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા ફાયર ફાઈટરની જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાયટર તાત્કાલિક આવી આગ પર કાબૂ મેળવતા લોકો અને તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.