ભાભર ગાય સર્કલ નજીક નેનો કારમાં અચાનક આગ ભભૂકી

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર હાઇવે પર વહેલી સવારે નેનો કારમાં આગ લાગતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ બચી ગયા હતા. સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના રૂની ગામના ત્રણ વ્યક્તિઓ વહેલી સવારે પોતાની નેનો કાર નં જીજે.૦૧.કેએલ.૮૦૧૭ લઈને ભાભર આવી રહ્યા હતા તે દરમિયાન ભાભર હાઇવે ગાય સર્કલ પાસે પહોંચતા કારમાં અચાનક આગ લાગી હતી. જાેત જાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાર બળીને ખાક થઇ ગઇ હતી. અંદર સવાર ત્રણેય વ્યક્તિઓ મોકો જાેઈ કારની બહાર નીકળી જતા સદનસીબે બચાવ થયો હતો. કારમાં આગ લાગતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પાલીકાનુ ફાયરફાયટર આવી પાણીનો મારો ચલાવી આગને બુઝાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કાર સંપૂર્ણ આગમાં સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.