ઓખા દ્વારકા થી ભગત ની કોઠીને સીધી જોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડશે
બનાસકાંઠા પાટણ જિલ્લાવાસીઓને દ્રારકા ની સીધી ટ્રેન મળી: રેલ્વે દ્વારા ફેસ્ટીવલ સ્પેશિયલ સાપ્તાહિક નવી ટ્રેન ભગત ની કોઠી થી દ્રારકા ઓખા સુધી કરવામાં આવી છે આ ટ્રેન સપ્તાહીક દોડશે જેમાં બનાસકાંઠા જિલ્લાના ભીલડી જંકશન પર સ્ટોપેજ આપવામાં આવતા જિલ્લાવાસીઓ સહિત ભીલડી નગરજનો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રશ્રિમ રેલવે ને આવરી લેતી ભગતની કોઠી થી દ્રારકા ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન 12 ઓક્ટોબર થી શરુ થવા જઈ રહી છે ત્યારે શનિવારે 4805 ટ્રેન સવારે 10.30 કલાકે ભગત ની કોઠી થી ઉપડી રવિવારે ની વહેલી સવારે 4:40 કલાકે ઓખા પહોંચશે ભીલડી ખાતે શનિવાર ના બપોરે 4.30 કલાકે આવશે
જ્યારે પાટણ ખાતે 17.23 કલાકે પહોંચશે જે ટ્રેન વહેલી સવારે 3.05 કલાકે દ્વારકા પહોંચાડશે અને તેજ રીતે 4806 ટ્રેન રવિવારે સવારે 8.30 કલાકે ઓખા થી ઉપડશે જે દ્રારકા 8.51 આવશે આ ટ્રેન રવીવાર ના સાંજે 6.23 કલાકે પાટણ અને રાત્રે 7.55 કલાકે ભીલડી આવી સોમવાર ની વહેલી સવારે 3 કલાકે ભગત ની કોઠી પહોંચશે ત્યારે ભીલડી થી દ્રારકા જવા માટે સીધી રેલવે સેવા શરૂ થતા પ્રજાજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધાનેરા ભીલડી અને પાટણ થી સીધી દ્રારકા ટ્રેન શરૂ થતા ભાવિક ભક્તો માટે ખુબ ઉપયોગી બનશે: બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી અનેક લોકો દ્વારકા ખાતે દર્શનાર્થે જતા હોય છે ત્યારે આ રૂટ ઉપર સ્પેશિયલ ફેસ્ટિવલ સાપ્તાહિક નવી ટ્રેન શરૂ થતા દર્શનાર્થે જતા ભાવિક ભક્તોને આ ટ્રેન ખૂબ જ ઉપયોગી બનશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની નવી ટ્રેનની કનેક્ટિવિટી વધતા અન્ય લોકોને પણ ખૂબ ઉપયોગી બનશે.
ભગતની કોઠી ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વાયા વિરમગામ મહેસાણા પાટણ ભીલડી ધાનેરા થી દોડશે: રેલવે વિભાગ દ્વારા ભગતની કોઠી થી દ્વારકા ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન શરૂ કરી છે ત્યારે આ ટ્રેન દ્રારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, મારવાડ, ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી દુદાડા અને લુણી સ્ટેશન પર ઉભી રહેશે જેમાં 20 આઈસીએફ કોચ લગાવવામાં આવ્યા છે.