ડીસા તાલુકાના છત્રાલા ગામના ખેડૂતના દિકરા એ સુરત ખાતે ડાયમંડ ક્ષેત્રે ડંકો વગાડ્યો

ગુજરાત
ગુજરાત

આઠ કેરેટ ના ડાયમંડ માં નરેન્દ્ર મોદી ની છબિ કંડારતા રાજયભર માં આકર્ષક નું કેન્દ્ર બન્યો, બે વાર નિષ્ફળતા બાદ ત્રીજીવાર આઠ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં નરેન્દ્ર મોદીની તસવીર બની શકી : કિરણભાઈ

મહામહેનતે લાખો ના ખર્ચ તૈયાર કરેલ ડાયમંડ પ્રધાનમંત્રી ને ભેટ અપાશે : કિરણભાઈ ડીસા તાલુકાના  છત્રાલા ગામના ખેડૂત પુત્ર કિરણભાઈ ચોથાભાઇ સુથાર દ્વારા આઠ કેરેટ ના ડાયમંડ માં નરેન્દ્ર મોદી ની છબિ કંડારતા સુરત ખાતે યોજાયેલા ડાયમંડ એકસો માં આકર્ષણ જમાવ્યું છે અને રાજ્યભર માં તેની ચર્ચા કરવામાં આવી છે ત્યારે તેમની આ સફળતા ને લઇ તેમનાં વતન ભીલડી પંથકમાં માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

ડીસા તાલુકા ના નાનકડા છત્રાલા ગામના ખેડૂત પરીવાર નો દિકરો આજથી ૧૧ વર્ષ પહેલા ડાયમંડ સીટી સુરત ખાતે હીરા ના વ્યવસાય સાથે જોડાયો હતો અને ત્યારબાદ ૨૦૧૮ માં ભાગીદારી સાથે ડાયમંડ સીટી સુરત ખાતે પોતાની કંપની સ્થાપીત કરી ત્યારે સુરત ખાતે યોજાયેલા ડાયમંડ એક્સો માં લાખો ની કિંમત માં પોતાની કંપની દ્વારા બનાવાયેલ આઠ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં નરેન્દ્ર મોદી ની છબિ કંડારતા આકર્ષણ જમાવ્યું હતું આ અંગે એસ કે ડીયામ કંપની ના કિરણભાઈ સુથારે જણાવ્યું હતું કે નાનકડા ગામ છત્રાળા થી સુરત આવ્યા બાદ કંઇક નવું કરવાની ધગશ રાખી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેડ ઇન ઇન્ડિયા મેક ઈન ઈન્ડિયા ને લઇ ભારત માં બનતો અને ઇકો ફ્રેન્ડલી લેબગ્રોન ડાયમંડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની છબિ લેસર માર્કિંગ થી તૈયાર કરવામાં આવી છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ભેટ કરવામાં આવશે આ આઠ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં નરેન્દ્ર મોદી ની છબિ તૈયાર કરતા બે વખત નિષ્ફળતા મળી હતી તેમ છતાં વડાપ્રધાન પ્રત્યેના પ્રેમના કારણે ત્રીજી વખત આ ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી છે આ ડાયમંડ તૈયાર કરવામાં ખુબ જ મહેનત લાગી છે.

ડાયમંડ તૈયાર કરવામાં ૨૫ કારીગરો ની એક મહિના ની મહેનત લાગી છે: આ અંગે વેપારી કિરણભાઈ સુથારે જણાવ્યું હતું કે કંપની માં અત્યારે ૨૫૦ થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે જેમાંથી ૨૫ જેટલા કારીગરો દ્વારા એક મહિના ની મહેનત બાદ ડાયમંડ તૈયાર થયો છે શરુઆત માં એનું કાચું વજન ૪૦ કેરેટ હતું ત્યારે પોલિશ વેટ સાથે અત્યારે ૮ કેરેટ થયુ છે બે વખત બનાવવા માં નિષ્ફળતા મળી તેમ છતાં પ્રયત્ન ચાલુ રાખતા આઠ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં વડાપ્રધાન નું આબેહૂબ ચિત્ર તૈયાર થયું છે.

રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ પણ ડાયમંડ નિહાળ્યો: આ અંગે કિરણભાઈ જણાવ્યું હતું કે સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા લૂઝ ડાયમંડનું એક ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાંઇકોફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોન આકર્ષણ જમાવ્યું હતુ, જેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિ કંડારવામાં આવી હતી જેને સુરત કમિશનર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવી, સાસંદ પુરુષોત્તમ રૂપાલા સહિત અનેક રાજકીય નેતાઓ અને અધિકારીઓએ નિહાળ્યો હતો।

ડાયમંડ ના વેપારી કિરણભાઈએ છત્રાલા ગામનું નામ પણ રોશન કર્યું છે : ગ્રામજનો આ અંગે છત્રાળા ગામના કેટલાક લોકોએ કહ્યું હતું કે ગામના યુવાન કિરણભાઈ સુથારે સુરત ખાતે જઈને ડાયમંડમાં પણ સારી નામના મેળવી છે ત્યારે એમના દ્વારા બનાવેલ હીરા ની ચર્ચા સમગ્ર ગુજરાત ભર માં થઇ રહી છે જે ખરેખર છત્રાળા ગામ માટે ગૌરવ સમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.