ડીસા તાલુકાના વડાવળ ગામના ખેડૂતે વ્યાજે પૈસા લઈને ખોટી ધમકી આપતા ફરિયાદ નોંધાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા અશોકકુમાર ભેરાજી સોલંકી (માળી) એ ખેતરમાં ઘર બનાવવા માટે પૈસા ની જરૂર પડતા મંગળજી ઉર્ફે વજાજી ભુરાજી સાંખલા રહે વડાવળ પાસેથી રૂપિયા 3.50 લાખ વ્યાજે સરકારના નિયમ મુજબ દરથી લીધા હતા જેના સિક્યુરિટી પેટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ડીસા શાખાનો ચેક આપ્યો હતો અને બીજો ચેક કોરો સહી કરી આપ્યો પરંતુ ત્યારબાદ અશોક કુમારે રૂપિયા 30 હજાર ની ટેટી વેચીને મંગળજી માળીને ચૂકવ્યા હતા. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં 464 બટાકાના કટ્ટા એક મણના રૂપિયા 101 ના ભાવથી વેચીને રૂપિયા 1.18 લાખ જમા કરાવ્યા હતા ત્યારબાદ તેમના ખેતરમાંથી ખ્યાતિ બટાકા રૂપિયા 251 ના ભાવથી 3.14.773 રૂપિયા તથા રૂપિયા 43562 ના પોખરાજ બટાકા આપી વ્યાજ લીધેલા પૈસા ની કુલ રૂપિયા 578400 ચુકવણી કરી દીધી હતી.


અને આપેલો ચેક ની માંગણી કરતા તેઓએ હજુ વ્યાજનું વ્યાજ બાકી નીકળતા હોવાનું જણાવી ચેક પરત આપતા ન હોવાથી અને આપેલ ચેક ભરી ખોટા કેસ કરાવવાની ધમકીઓ આપી વ્યાજના પૈસા ભરી દીધા હોવા છતાં અવાર નવાર અમારી પાસે માગણી કરતા અને જનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ભીલડી પોલીસ મથકે મંગળજી ઉર્ફે વજાજી ભુરાજી શાખલા રહે વડાવર વિરુદ્ધ અશોકકુમાર ભેરાજી સોલંકી (માળી) એ ફરિયાદ નોંધાવતા ગુનો નોધી વધુ તપાસ ભીલડી પીએસઆઇ એકે દેસાઈ કરી રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.