ગરમ ગુજરાતમાં ઠંડા પ્રદેશના ફળ સફરજનની ખેતીનો બનાસકાંઠા ના ખેડૂતે કર્યો અનૂઠો પ્રયોગ
ગાય આધારિત પ્રાકૃતિક રીતે ખાતર ના ઉપયોગ થકી ત્રણ વર્ષે મોટી સંખ્યામાં સફરજન ના ફળ પ્રાપ્ત થયા: સફરજન એક એવું ફળ છે જે દુનિયાના ઘણા દેશો મા પ્રાપ્ય છે. આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ તેમ જ સિક્કિમ જેવાં ઠંડી તેમ જ ઉંચાઇવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં પાકે છે. આથી આપણા દેશમાં આ ફળ થોડું મોંઘુ પરંતુ સર્વત્ર પ્રાપ્ય છે. અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે સફરજન તો શિમલાના જ, કારણ કે સફરજનની ખેતી માટે ઠંડુ વાતાવરણ જોઈએ છે. જોકે વૈજ્ઞાનિકોએ વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ 40 ડીગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે. તેવામાં કંટ્રોલ વાતાવરણમાં તમે ગુજરાતમાં પણ આ ખેતી કરીને વર્ષોના વર્ષ કમાણી કરી શકો છો.
ત્યારે બનાસકાંઠા ના સાતસણ ગામનાં 12 વીઘા જમીન ધરાવતા એક સામાન્ય ખેડુત કરમીભાઈ ચૌધરી એ દાંતીવાડા નર્સરી માંથી સફરજન ના ત્રણ છોડ લાવીને પોતાનાં ખેતર મા ખાડા બનાવી રોપીને તેમાં ગાય આધારિત ખાતર નો ઉપયોગ કરી ને પ્રાકૃતિક રીતે સફરજન ઉગાડતા ત્રણે ઝાડવાઓ પર ત્રણ વર્ષે મોટી સંખ્યામાં સફરજન પ્રાપ્ત થયા હતાં. વધુમાં કરમીભાઈ એ જનાવ્યું હતું કે સફરજન ઠંડા પ્રદેશો મા થતું ફળ છે.પરંતુ જો ગુજરાત મા પણ આ રીતે સફરજન ની પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવે તો ગુજરાત દેશ, વિદેશ અને વિશ્વ મા પણ અગ્ર હરોળ મા સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેમ જણાવ્યું હતું.