દિયોદરમાં સરકારી કાર્યક્રમમાં ખેડૂત આગેવાનને ધારાસભ્યના સમર્થકે થપ્પડો ઝીંકી દીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજરોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. આ સમયે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્યના સમર્થક દ્વારા જાહેરમાં જ અમરાભાઈને બે થપ્પડો મારી દેતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. મામલો વધુ બિચકે નહીં તે માટે અન્ય લોકો બંનેને શાંત પાડવામાં લાગ્યા હતા.ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને જાહેર કાર્યક્રમમાં થપ્પડો મારી દેવાતા તેઓ ગુસ્સે ભરાયા હતા. અને રોષ ઠાલવતા કહ્યું હતું કે, મેં ખેડૂતો મુદ્દે રજૂઆત કરી એટલે નેતાઓના ચમચા મને હેરાન કરે છે. અમરાભાઈ અહીં અટક્યા ન હતા અને ધારાસભ્ય નજીક જઈને રોષ અમરાભાઈએ કહ્યું હતું કે, દિયોદર તાલુકાના ફક્ત 8 ગામોનો જ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી અમને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અધિકારીઓએ અમને પ્રશ્ને રજૂ કરવા માટે કહ્યું હતું એટલે મેં રજૂઆત કરી હતી.અટલ ભુજલ યોજનાના કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે કહ્યું હતું કે, જે ચર્ચા થઈ છે તે અંગે જ માર્ગદર્શન આપી શકશે. કોઈ નેતા બનવા માટે પ્રશ્ન રજૂ ન કરે.દિયોદરમાં ખેડૂત આગેવાન અમરાભાઈ પર હુમલાની ઘટના બનતા તેઓ દ્વારા થપ્પડ મારનારા અરજણભાઈ ઠાકોર સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.