પાલનપુર ખાતે તમાકુ નિયંત્રણ ની જિલ્લાકક્ષાની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને 5 ઓગષ્ટના રોજ તમાકુ નિયંત્રણ કમિટિની જિલ્લા કક્ષાની બેઠક પાલનપુર મિટિંગ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધુમ્રપાન નિષેધ નિયમ ભંગ માટે કાર્યવાહી અને માસિક અહેવાલ, તમાકુ નિષેધ નિયમ અંગે પ્રચાર-પ્રસાર અર્થે કરવામાં આવેલ જાગૃતતાની પ્રવૃત્તિઓ વિશે, તથા જિલ્લામાં આ અંગે થયેલા દંડની વસુલાત જેવા મુદ્દાઓની ચર્ચા સાથે સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લાકક્ષાની વિવિધ ટિમો દ્વારા અત્યાર સુધીમાં તમાકુ નિયંત્રણ કાયદાના ભંગ બદલ ચાલુ સાલે એપ્રિલ થી જુલાઈ માસ સુધીમાં 710 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જ્યારે 99,290 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા કક્ષાએ લોકોમાં તમાકુ થી થતા નુકસાન અંગે જનજાગૃતિ કેળવાય તેમજ બાળકો અને યુવાઓમાં વ્યસનની ગંભીરતા સમજાય અને વ્યસનને તિલાંજલિ આપે એ માટે શાળા કોલેજ કક્ષાએ પ્રચાર પ્રસાર ઝુંબેશના કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા જિલ્લામાં વિવિધ જાહેર સ્થળોએ તમાકુ, ગુટખા ખાનાર અને સિગારેટ પીતા લોકોને દંડ કરવા, તથા સરકારી કચેરી અને અન્ય સ્થળો ઉપર ચકાસણી કરવા કડક શબ્દમાં સુચના આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.