વડગામ નજીક કાલેડાના યુવકનો મૃતદેહ મળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ થી બાદરગઢ જવાના રસ્તા પાસેના ખેતરમાં ગુરુવારે કાલેડા ગામના યુવકનો મૃતદેહ બાઈક સાથે મળી આવ્યો હતો. મોતને લઈ રહસ્ય સર્જાયું છે. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદરગઢ જવાના રસ્તા પર આવેલા એક ખેતરમાં યુવકનો મૃતદેહ પડયો હોવાની વાત વાયુવેગે લોકોમાં પ્રસરી જતાં વડગામ તેમજ બાદરગઢ ગામમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ અંગેની જાણ વડગામ પોલીસ ને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અને યુવકના મૃતદેહને વડગામ સરકારી દવાખાનામાં લાવીને તપાસ હાથ ધરી હતી.

જેમા યુવક પાસે મોબાઇલ મળતાં પોલીસ દ્વારા તપાસ કરતા યુવક વડગામ તાલુકાના કાલેડા ગામનો ફુલાજી પરથીજી ઠાકોર હોવાનું માલુમ પડ્યું હતું. ફુલાજી ઠાકોર સામઢી ગામમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. મૃતદેહ ખેતરમાંથી બાઇક સાથે મળી આવતાં ચકચાર મચી છે.પોલીસ દ્વારા પીઅમે કરાવીને યુવકના મૃતદેહને વાલી વારસદારોને સોંપી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.