અમીરગઢ પાસે વહેતી બનાસ નદીમાં મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજસ્થાનમાંથી મગર તણાઇ આવ્યો હોય તેવું લોકોનું માનવું છે. અમીરગઢના જૂની રોહ પાસે વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોને નદીમાં મગર નજરે પડતાં વહીવટી તંત્રને જાણ કરી હતી. બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં બનાસ નદીના પાણીમાં સદંતર વધારો થતો જોવા મળતો હતો. જેને લઇ દાતીવાડા ડેમ ભરાતા તેના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. જોકે, રાજસ્થાન તરફથી નીકળતી બનાસ નદીમાં અમીરગઢના જૂની રોહ નજીક એક મગર નદીમાં જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી હતા. સ્થાનિક લોકોએ વનવિભાગના કર્મચારીઓને જાણ કરી હતી.

વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતો. જોકે, તે સમયે મગર બનાસ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ બનાસ નદીમાં ન ઉતરવા માટે વહીવટીતંત્રએ સૂચનાઓ આપવામાં આવેલી છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો બનાસ નદીમાં ન્હાવા પડી રહ્યા છે. જોકે, આ મગર અમીરગઢ નજીક જૂની રોહ પાસે બનાસ નદીમાં જોવા મળતા સાવચેતીના ભાગરૂપે તંત્ર સાબદું બને તે લોકહિતમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.