![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/લોકસભાની-ચૂંટણીના-પ્રચારમાં-02-હેડ.jpg)
ગોગાઢાણી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જે પ્રસંગે પદ્મશ્રી ગેનાજી પટેલ, કે.બી. અગ્રવાલના હાઈસ્કૂલના નિયામક નટુભાઈ વ્યાસ ની ખાસ ઉપસ્થિત માં દીક્ષાંત સમારોહ યોજાયો અને વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા શાળા ના શિક્ષક પ્રજ્ઞેશભાઈ ચૌહાણે શાળામાં ઉપસ્થિત સૌને તિથિ ભોજન આપ્યું હતું. એસ.એમ.સીના અધ્યક્ષ કાંતિલાલ સોલંકી સહિત સભ્યગણે હાજરી આપી હતી.ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન સાથે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કર્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવાર અને એસ.એમ.સી એ ભારે જહેમત ઉઠાવી હતી.