ડીસામાં નગરપાલિકા દ્વારા ગાયો પકડવાના નામે કોન્ટ્રાક્ટરે આચર્યો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર
નગરપાલિકાએ પણ ગાયો પકડ્યા બાદ છોડી મૂકતા શહેરમાં ખુલ્લેઆમ ફરતી ગયો: ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી ગાયોને પકડવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને જેના પગલે રાત્રી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગાયો પકડવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા તેનો ચાર્જ પણ ચૂકવવામાં આવ્યો હતો. પરંતુ ગાયો પકડ્યા બાદ બે ત્રણ દિવસમાં ફરીથી ગાયો છોડી મૂકતા પશુપાલકો પણ તંત્રના કોઈપણ જાતના ડર વિના ગાયોને ફરીથી રખડતી મૂકી દેતા હોય છે જેના લીધે હાલ પણ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર ગાયો જોવા મળે છે ત્યારે ગાયો પકડવાના નામે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટરે પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો પશુપાલકો ગાયોને ઘાસચારો ખવડાવો ન પડે તેના માટે જાહેર માર્ગો ઉપર રખડતી મૂકી દેતા હોય છે અને આ ગાયો અનેક વાર રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે પણ લેતી હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવા માટે ખાસ કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રી દરમિયાન ગાયોને પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં ગાયો પકડવામાં આવી હતી પરંતુ ગાયો પકડ્યા બાદ અને મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ ગાયોને ફરીથી છોડવામાં આવતી હતી જેના લીધે પશુપાલકો પણ ફરીથી પોતાની ગાયોને રખડતી મૂકી દેતા હોય છે અને જેના લીધે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ગાયો પકડવા માટે લાખો રૂપિયાની ચુકવણું કર્યું હોવા છતાં પણ શહેરમાં પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે ત્યારે ગાયો પકડવાના નામે આપવામાં આવેલ કોન્ટ્રાક્ટમાં નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના લીધે નગરપાલિકાના લાખો રૂપિયા વેડફાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પાલિકાના કર્મચારીઓ જોડે પણ કોઈ વિગત નથી: ડીસા નગરપાલિકા દ્વારા ગાય પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી ગાયો પકડવામાં આવી છે અને તેને કેટલા રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે તેની વિગત જાણવા માટે અમારી ટીમે નગરપાલિકા સેનિટેશન વિભાગના દેવેન્દ્રભાઈ નો સંપર્ક કરતા તેમણે આ સંપૂર્ણ વિગત અત્યારે તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું અને બે ત્રણ દિવસ પછી વિગત જોઈ આપવાની ઉડાઉ જવાબ આપ્યા હતા. જેના ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે નગરપાલિકાએ ગાયો પકડવાના આપેલા કોન્ટ્રાક્ટ ની અંદર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના કર્મચારીઓએ કેટલો મોટો ભ્રષ્ટાચાર આચર્યો હશે
એક ગાય પકડવાના 2000 થી 2300 રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવ્યા: ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં વિવિધ ગૌશાળાઓમાં શહેરમાંથી પશુઓ પકડીને મૂકવા માટે કોન્ટ્રાક્ટરને 2000થી લઇ 2300 રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવી છે જોકે શહેરમાં રખડતા પશુઓની સંખ્યા ઓછી થઈ નથી જે પરિસ્થિતિ અગાઉ હતી તે જ પરિસ્થિતિ અત્યારે પણ જોવા મળી રહી છે જેના ઉપર થી સ્પષ્ટ જણાઈ આવે છે કે કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના કર્મચારીઓએ ગાયો પકડવાના નામે લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે
Tags cows Disa Municipality