થરાદમાં મધરાત્રે ઇકો ગાડીની ઉઠાંતરી થયાની આખરે પાંચમાં દિવસે ફરિયાદ નોંધાઈ
થરાદમાંથી ઇકો ગાડીની ઉઠાંતરી થઈ જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. થરાદના અંબિકાનગરમાં રહેતા પુરખારામ ચુનીલાલ પ્રજાપતિએ તેમની ઇકો ગાડી ઘરની બાજુમાં પાર્ક કરી હતી. પરંતુ મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમે ઇકો ગાડી ચાલુ કરતા અવાજ આવતાં ગાડી માલિક તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જોકે અજાણ્યો ઈસમ ઇકો ગાડી લઈને ભાગી છૂટતાં છેલ્લા પાંચ દિવસની તપાસ કરાયા બાદ પણ કયાંય ગાડીનો પત્તો ના લાગ્યો. આખરે તેમણે થરાદ પોલીસ મથકે cctv ફૂટેજ સાથે ત્રણ લાખની ઇકો ગાડી ચોરાઈ હોવાની પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે cctv ના આધારે વધુ તપાસ હાથ ધરી.