જામપુર ખાતે આવેલ બકરાં સંવર્ધન કેન્દ્ર માં ગાયો બાબતે માથાકુટ થતાં એટ્રોસીટી ની ફરિયાદ દાખલ થઇ
મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં આવેલા જામપુર ખાતે આવેલ સરકાર દ્વારા સંચાલિત બકરાં સંવર્ધન કેન્દ્ર માં ગાયો બાબતે માથાકુટ થતાં ડૉકટર પટેલ વજાભાઈ જેઠાભાઇ (સરકારી કર્મચારી)એ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જેમાં શંકરભાઈ માધાભાઇ પરમાર નામના વ્યક્તિ પોતે બકરાં સંવર્ધન કેન્દ્ર માં ફરજ બજાવે છે.
ગત તારીખ ૨૬/૯/૨૦૨૪ ના રોજ માનસંગ જીવાભાઈ ચૌધરી રહે. બોતરવાડા તાલુકો હારિજ જિલ્લો પાટણ(૨) રાજુભાઈ પંચાલ રહે. છત્રાડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા (૩) બાબરભાઈ વેલાભાઈ પંચાલ રહે. કસરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તેમજ અન્ય વીસ જેટલા લોકો જામપુર બકરાં સંવર્ધન કેન્દ્ર પર આવેલ અને હાજર કર્મચારી શંકરભાઈ માધાભાઇ પરમાર ને કહેલ કે તમે લોકો અહિયાં ગાયોની કતલ કરી ને તેનાં હાડકાં વેચવાનો ધંધો કરો છો
અને તમે કતલખાનું ચલાવો છો એવું કહ્યું અને પછી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલીને ગાળાગાળી કરી ગડદા પાટુ નો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તમામની સામે તારીખ ૨૭/૯/૨૦૨૪ ના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૬૪૫/૨૦૨૪ બી એન એસ કલમ ૧૧૫(૨) ૧૨૧.૩૦૧.૧૮૯.૧૯૧.૩૫૨.૩૫૧.એટ્રોસીટી કલમ ૩(૧)૩(૨.૫.એ) મુજબની ફરિયાદ કરવામાં આવતા ડિસા નાયબ પોલીસ અધિક્ષક સોલંકી કરી રહ્યા છે ત્યારે હવે ખરેખર સાચી હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલમાં તો ગૌ પ્રેમીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Tags A complaint Goat Jampur