ડીસામાં ફુવારા સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉનાળામાં બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ ગરમીનો અહેસાસ થાય છે. અને રોજબરોજ આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી માટે આવતા લોકોને ગરમીથી રાહત મળી રહે અને તરસ છીપાઈ શકાય તે માટે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડા પાણીની પરબ મૂકવામાં આવી હતી.

હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે જેમાં આજરોજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે મીનરલ વોટર પરબ ખુલ્લી મુકાઇ હતી. બનાસકાંઠામાં કાળજાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે મિનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી.જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજસિંગ ઠાકોર, હિતેષસિંહ રાજપૂત, ગોલ્ડનભાઈ ઠક્કર, કુલદીપભાઈ પરમારખેતા ભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ગોસ્વામી, સુરસિંહ રાજપૂત, દીપકસિંહ રાજપૂત, ભરતભાઈ માળી, કરશનભાઈ માળી સહીત હિન્દુ યુવા સંગઠન ભારત ના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.