શિહોરી ના રામદેવ પીર મંદિર થી પટ્ટણીવાસ શાળા સુધી ના રોડ ઉપર ગાંડા બાવળની ઝાડીના ઝુંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

રોડ ઉપર ઉગેલા બાવળોથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન: કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિર થી પટણીવાસ પ્રાથમિક શાળા તરફ જતા રસ્તા ઉપર ગાંડા બાવળની ઝાડીઓ રોડની બંને સાઈડ  જોવા મળે છે અને તેને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અગાઉ પણ આ બાવળોની જાળીઓના લીધે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું મોત થયું હતું ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા આ માર્ગ ઉપરથી બાવળોની જાળીઓ નું કટીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

શિહોરી ના બાબા રામદેવપીર મંદિરથી પટણી વાસ પ્રાથમિક શાળા સુધીના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડની બંને તરફ બાવળો ઊગી નીકળ્યા છે જેના લીધે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે આ મામલે અનેકવાર લોકોએ તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ અધિકારીઓ આખ આડા કાન કરી રહ્યા છે ત્યારે આ માર્ગ ઉપર કોઈ અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા તાત્કાલિક તંત્ર દ્વારા બાબા રામદેવપીર મંદિરથી લઈ પટણી વાસ પ્રાથમિક શાળા સુધીના માર્ગ ઉપર બાવળોનું કટીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

માર મકાનના અધિકારીઓ કોઈનો ભોગ લેવાય શું તેની રાહ જોઈ બેઠા છે: શિહોરીના બાબા રામદેવપીર મંદિર થી લઈ પટણી વાસ પ્રાથમિક શાળા સુધીના માર્ગ ઉપર બાવળો ઉગી નીકળ્યા છે જેના લીધે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ભય અનુભવી રહ્યા છે ત્યારે આ બાવળ દૂર કરવાની જવાબદારી માર્ગ મકાન વિભાગની આવે છે શું તેના અધિકારીઓ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠા છે તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે

તાત્કાલિક બાવળો કટીંગ કરી દૂર કરવા જોઈએ ગ્રામજનો: આ અંગે  શિહોરી ના પટણીવાસ ના ખેતરમાં રહેતા ડાભી ચંપુભા બળવંતસિંહ અને ડાભી મોનભા જીવાજી એ રખેવાળ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાબા રામદેવપીર મંદિરથી લઈ પટણીવા સુધીના રોડની બંને બાજુ બાવળ ઊગી નીકળ્યા છે જેથી આ માર્ગ ઉપરથી પસંદ થતા વિદ્યાર્થીઓને પણ રોડ ઉપર ચાલવું પડે છે જો ક્યારે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જેથી તાત્કાલિક લાગતા વળગતા અધિકારીઓએ બાવળોનું કટીંગ કરી રસ્તો ખુલ્લો કરવો જોઈએ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.