થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરા તફરી મચી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી જેમાં ટેન્કર બળીને ભસ્મ થઈ ગયું : થરાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

થરાદ સાંચોર હાઇવે પર મિયાલ નજીક હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. સાંચોર બાજુથી આવી રહેલા ટેન્કર સામે નીલ ગાય વચ્ચે આવી જતાં ટેન્કરચાલકે કાબૂ ગુમાવતા રોડ પર પલટી ખાઇ જતાં અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અન્ય ગાડીઓના ચાલકોએ ગાડીમાંથી ટેન્કરચાલકને બહાર નીકાળ્યો હતો. આગ લાગતાં થરાદ ફાયર બ્રિગેડને કોલ મળતાં થરાદ ફાયર ગાડીને વચ્ચે અકસ્માત નડતાં થરાદ ફાયર ઓફિસરે સાંચોર ફાયરને જાણ કરતાં સાંચોર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જેકો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડી બળીને ભસ્મ થઈ ગઇ હતી. થરાદ પોલીસને જાણ કરતાં થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પર ટ્રાફિક જામ થતાં ટ્રાફિક દૂર કર્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.