પાલનપુરની માતૃ આર વી ભટોળ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે કાર્નિવલ પ્રોગ્રામનું આયોજન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસ માટે બાળકોને હાલના સમયે અભ્યાસની સાથે સાથે બીજી કઈ કઈ બાબતોની કાળજી બાળકો રાખે અને વાલીઓ પણ બાળકોનાં વિકાસ માટે મહત્વની ભૂમિકા કઈ રીતે ભજવે તેમજ બાળકો પણ તજજ્ઞો સાથે સવાલો કરી વાર્તાલાપ કરી અલગ અલગ ક્ષેત્ર ની જાણકારી મેળવે તે માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે આવેલી માતૃ આર વી ભટોળ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં આચાર્ય દિનેશ જોશી દ્વારા પેનલ ડિસ્કશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કાર્નિવલના પ્રથમ દિવસે પેનલ ડિસ્કશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડૉક્ટર, એજ્યુકેશન, સ્ત્રી-સશક્તિકરણ અને વાલીઓની પેનલ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઉત્સુકતાભેર બધી જ પેનલોના તજજ્ઞોને પ્રશ્નો કર્યા હતા. બધા જ તજજ્ઞોએ સુંદર જવાબો આપ્યા હતા.પેનલડિસ્કશનમાં ભાગ લેનાર ડૉક્ટર પેનલ માં ડૉ. ભારમલભાઈ પટેલ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા ડૉ.અભિષેક ચૌહાણ ડૉ નીરવ ચૌધરી તેમજ સ્ત્રી સશક્તિકરણ પેનલ માં સુરેખાબેન કે. પટેલ મનિષાબેન પટેલ તૃપ્તિબેન ચંદ્રાવત ભારતીબેન પટેલ જ્યારે શૈક્ષણિક પેનલ માં ખેવાના જોષી રઘુભાઈ ડેલ દિનેશભાઈ પટેલ. અશોકભાઈ વ્યાસ તેમજ વાલી પેનલમાં રમેશભાઈ એચ. પ્રવીણભાઈ ભૂપેશ કે. ભગત ભારતીબેન દ્વારા બાળકો નાં પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બાળકો સમજે તે રીતે સરળ રીતે વ્યાખ્યાન આપ્યું હતું કાર્નિવલ કાર્યક્રમમાં અલગ-અલગ દુકાનો, ચકડોળ, ચકરડી, અલગ અલગ રાઇડ્સ વગેરે દ્વારા મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.સંસ્થાના મહામંત્રી શામળભાઈ, નિયામક ગજેન્દ્રભાઈ જોષી, સહમંત્રી મોઘજીભાઇ ભટોળ, શિક્ષણ કારોબારીના મંત્રી ફલજીભાઇ ભટોળ, શિક્ષણ સમિતિના મંત્રી રઘુભાઈ ડેલ, આદર્શ અકાદમીના આચાર્ય અશોક વ્યાસ, દિનેશભાઈ જેગોડા ટ્રાન્સપોર્ટ મંત્રી રતનસિંહ ભાઈ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.