![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/થરાદ-વિસ્તારમાંથી-વિદેશી-હેડ.jpg)
થરાદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી : ગાડીનું પાયલોંટીંગ કરતાં 3 પલાયન, 1 ની ધરપકડ
થરાદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી : ગાડીનું પાયલોંટીંગ કરતાં શખસો નાશી છૂટ્યા: થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વામી ગામના પાટીયા નજીકથી બ્રેઝા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1453/- કિં.રૂ.1,44,961/- સહિત કુલ કિં.રૂ.7,49,961/- નો મુદ્દામાલ પકડી પાડી એક ઇસમને પકડી કાર્યવાહી હાથ ધરી છે.
LCB પોલીસ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વામી ગામના પાટીયા નજીકથી બ્રેઝા ગાડી નંબર GJ-36-L-0333માં વિદેશી દારૂ/બિયરની કુલ બોટલો/ટીન નંગ-1453 કિં.રૂા. 1,44,961/-નો રાખી ગેરકાયદે રીતે હેરાફેરી કરતા શખસને પોલીસે પકડી પાડ્યો હતો. વિદેશી દારૂ ભરેલી ગાડીનું પાયલોંટીંગ કરતાં શખસો નાશી છૂટ્યા હતા. પોલીસે તમામ સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પકડાયેલા આરોપી : દિનેશકુમાર સન-ઓફ લાધુરામ નાઈ (રહે.અરણાય તા.સાંચોર જિ.સાંચોર (રાજસ્થાન)
ભાગી ગયેલા શખસો: 01.રમેશ આસુરામ વિશ્નોઈ (ઝાંગુ) 2. ગોપી ઉર્ફે ગોપાલ બાબુલાલ 3. સુરેશ સન-ઓફ ધોળારામ