ડીસાના રતનપુરા પાસે થી નાકાબંધી કરી વિદેશીદારૂ ભરેલી કાર ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભીલડી પોલીસે ડીસાના રતનપુરા પાટિયા નજીક દારૂ ભરી પસાર થતી કાર ને ભીલડી પોલીસે નાકાબંધી કરી ને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમા આરોપી ૧. બુધારામ ઉર્ફે પ્રવિણ જલારામ બિશ્નોઇ ઉ.વ. ૧૯ રહે. કબુલી તા.ધોરીમન્ના જિ.બાડમેર રાજસ્થાન વાળા તેમજ (૨). અશોકકુમાર બિશ્નોઇ રહે. બાડમેર તા.જિ. બાડમેર વાળા જેઓ કાળા કલરની મારૂતી સુઝુકી બ્રેઝા કંપનીની કાર નંબર જી.જે.૦૩.કે.એચ.૭૫૨૫ જેઓ ડીસા તરફ થી વિદેશી દારૂ ભરી આવતી તેવી બાતમી ભીલડી પોલીસેને મળી હતી જેમાં રતનપુરા પાટિયા નજીક નાકાબંધી કરી ને ગાડી ઝડપી પાડી હતી જેમા તલાસી લેતા ભારતીય બનાવટી વિદેશી દારૂ બોટલ તથા બિયર નંગ ૨૦૮૬ જેની કિંમત ૨,૨૧,૭૫૦ કુલ ગાડી ની કિંમત અને મુદામાલ સાથે ૬,૨૬,૭૫૦ મૂદમાલ સાથે ૨ આરોપીને પકડી જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.