ભીલડી હાઈવે પર ખુલ્લી ડ્રેનેજમાં આખલો પડતાં રેસ્ક્યૂ કરી બહાર કઢાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીથી એક આખલો ખુલ્લી ગટરમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આજુબાજુના જીવદયા પ્રેમીઓએ ભેગા થઈ બે કલાકની ભારે જહેમત બાદ આખલાને હેમખેમ બહાર કાઢ્યો હતો.ડીસા-રાધનપુર હાઈવે પર ભીલડી પાસે બપોરના સમયે એક આખલો ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ઘટનાને પગલે ત્યાંથી પસાર થતાં વાહક ચાલકો અને આજુબાજુના જીવદયાપ્રેમીઓ દોડી આવી આખલાને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગટર સાંકડી હોવાના કારણે 20થી પણ વધુ લોકોએ દોરડાથી બાંધી બે કલાકથી ભારે જહેમત બાદ આખલાને સહી સલામત બહાર કાઢ્યો હતો. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે અબોલ પશુ ગટરમાં ખાબકતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો હતો.ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ગટરો ખુલ્લી હાલતમાં છે અને તેના કારણે અનેકવાર પશુઓ પડી જવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ પુરી શક્યતાઓ રહેલી છે. ત્યારે લોકોની માગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક આવી ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે જેથી ભવિષ્યમાં બનતી આવી ઘટનાઓ અટકાવી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.