ડીસા પાસેથી કારની લાઈટ અને બમ્પરમાં દારૂ સંતાડી લાવતો બુટલેગર ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-ધાનેરા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલા ચાર જેટલા વાહનો જપ્ત કર્યા છે. ત્યારે પોલીસે ગઈકાલે વધુ એક દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સહિત અઢી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. જેથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પોલીસે ચેક પોસ્ટ તેમજ રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર ઘોંસ વધારતા બુટલેગરો હવે સક્રિય બન્યા છે અને દારૂ ગાડીમાં છુપાવીને લાવવા અવનવી તરકીબ અપનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમી આધારે ગઈકાલે ડીસા-ધાનેરા હાઇવે પરથી એક સ્વિફ્ટ કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી કાર ખાલી હોય તેવું લાગતું હતું, પરંતુ પોલીસે જીણવટ ભરી તપાસ કરતા કારની પાછળની ડીકી નીચે, બમ્પરના ભાગ નીચે તેમજ લાઇટો કાઢી લાઇટોના ભાગમાં પણ દારૂની બોટલો છુપાવેલી મળી હતી. આમ દારૂ છુપાવવા બુટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.

પોલીસે વિદેશી દારૂ સહિત અઢી લાખનો મુદ્દામાલ જપ્ત કરી રમેશકુમાર કેસારામ રબારીની અટકાયત કરી હતી. જ્યારે તેની સાથે ગાડીમાં બેઠેલા શખ્સ કાળુરામ રબારી નાસી છુટ્યો હતો. જ્યારે આ દારૂ માલવાડા ગામના બૂટલેગર શંકર રબારીએ ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાળુ રબારી તેમજ શંકર રબારી સામે પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.