દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બનાસ મેડિકલ કોલેજ દ્વારા આયોજિત રકતદાન કેમ્પનું આયોજન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

કારગીલ વિજય દિવસ ઉજવણીના અંતર્ગત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનસીસી કેડેટ તથા 35 ગુજરાત બટાલિયન દ્વારા આ સ્વૈછિક બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૮૫  જેટલા રકતદાતાઓ દ્વારા રક્તનું દાન કરી માનવતા મહેકાવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ૨કતદાનની પ્રવૃતિને વધુને વધુ વેગવંતી બનાવવાના ધ્યેય સાથે ઉપરાંત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવતા જરૂરીયાતમંદ તેમજ લોહીના ટકા ઓછા હોય તેવા સગર્ભા મહિલા જ્યારે પ્રસૂતિ માટે દવાખાને આવે અને તેઓને લોહીની જરૂર પડે તે માટે હોસ્પિટલ ખાતે બ્લડ દર્દીઓને સમયસ૨ ૨કત મળી રહે તેવા શુભ આશ્રય સાથે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ દ્વારા થોડા થોડા સમયાંતરે ૨કતદાન  કેમ્પનું આયોજન કરાઈ રહયું છે. બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક સહયોગ થકી નિર્માણ પામેલી અદ્યતન સુવિધા સજ્જ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવતા જરૂરિયાત વાળા લોકોને બ્લડ ની;શુલ્ક આપવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.