દીઓદર કાંગ્રેસ દ્વારા ધનકવાડાથી ઓગડજી સુધી બાઈક રેલી યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

દીઓદર તાલુકા કાંગ્રેસ સમિતિ દ્વારા દીઓદર તાલુકાના માં હિંગળાજના ધામ ધનકવાડાથી ઓગડજી સુધીની દીઓદર વિધાનસભા વિસ્તારની ત્રણેય જીલ્લા પંચાયત સીટોના ૧૦ જેટલા ગામોને આવરી લેતી ૧૮ કીલોમીટરની બાઈક રેલીને ધારાસભ્ય શીવાભાઇ ભુરીયાએ પ્રસ્થાન કરાવેલ. રેલીના કન્વીનર ગિરીરાજસિંહ વાઘેલાએ પધારેલા સૌને આવકારેલ.

જે પ્રસંગે દીઓદર તાલુકા કાંગ્રેસ પ્રમુખ નરસિંહભાઇ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળી, બી.કે.જાેષી, કરમશીભાઇ દેસાઈ, ભલજીભાઇ રાજપુત, મહેશભાઈ દવે, ભારતીબેન ચૌધરી, બળદેવ બારોટ સહિત કાંગ્રેસના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહેલા.

જેમાં તેઓએ જણાવેલ કે સર્વ સમાજને સાથે રાખી આ રેલી ધનકવાડાથી હરીપુરા, રૈયા, દિયોદર, લુદરા, મેશરા થઇ ઓગડજી ધામ પહોંચેલ. ઠેરઠેર રેલીનું ભવ્ય સ્વાગત થયેલ. આગેવાનો એ જણાવ્યુંકે આમ પીડાતી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સર્વ સમાજને સાથે રાખી આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.