હરિયાણાનો 24 વર્ષનો યુવાન સાયકલ યાત્રા દ્વારા સોમનાથના માર્ગે

બનાસકાંઠા
બનાસકાંઠા

ઘણા સમયથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી હોય એવું જણાઈ રહ્યું છે.વહેલી સવારે સાયકલ વડે શરીરને સ્ફૂર્તિ મળે એ માટે અનેક લોકો સતત સઘન અને આયોજનબદ્ધ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હરિયાણાના ચરખી દાદરી જિલ્લાનો વતની અને સંસ્કૃત વિષય સાથે બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણી રહેલો 24 વર્ષનો યુવાન બલવિંદરસિંહ મનધીરસિંહ ભારત ભ્રમણ કરવાના ઉમદા આશયથી વાયા કચ્છ થઈને તીર્થધામ સોમનાથ તરફ સાયકલ યાત્રા કરતો માલગઢ ભૈરવટેકરી આવી પહોંચ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બલવિંદરસિંહ શેરી કૂતરાને રોટલી આપવા લોકોને પ્રેરણા આપે છે. આ યુવાનનો મત એવો છે કે જે કૂતરા ગામ શેરીનો રાત દિવસ ખ્યાલ રાખતા હોય તેનું પેટ ભરવાની જવાબદારી જે તે ઘરના માલિકની હોવી જોઈએ ! તેના ઘરે પણ સાત કૂતરા સાત બિલાડી અને 3 દેશી ગાય છે.સોમનાથ યાત્રા જ કેમ પસંદ કરી તેનો જવાબ આપતા બલવિંદરસિંહે જણાવ્યું હતું કે ધાર્મિક યાત્રા વડે ભગવાન તરફથી અલૌકિક ઉર્જા મળે છે…ભવિષ્યમાં “ફૂલ ટાઈમ ટ્રાવેલર” બનવાની ઈચ્છા ધરાવતો આ યુવાન “ડોગ શેલ્ટર”ના સર્જનનું સ્વપ્ન જોઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.