વાવ તાલુકા પંથકના એક ગામમાં 24 વર્ષીય પરિણીતાએ પોલીસ મથકે દુષ્કર્મી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકા પંથકના એક ગામમાં સાસરે આવતી પરિણીતાને તેના લગ્ન પહેલાંના પ્રેમીએ મોબાઇલમાં રહેલ ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માઉન્ટ આબુ લઈ જઈ અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચરતા વાવ પોલીસ મથકે પરિણીતાએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વાવ પંથકના એક ગામમાં સાસરે આવતી 24 વર્ષીય પરિણીતાએ વાવ પોલીસ મથકે દુષ્કર્મી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં લગ્ન પહેલા તેના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોઇ આરોપી પ્રેમી યુવકએ આજથી પાંચ માસ અગાઉ મોબાઇલમાં જે ફોટા પાડેલા હતા તે ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી લગ્નજીવન તોડાવી દેવાની ધમકી આપી પરિણીતાને તેની સાથે આવવા પ્રેમીએ ફરજ પાડી હતી.

જેથી પરિણીતા આરોપી પ્રેમી સાથે જતા ગાડીમાં બેસાડી માઉન્ટ આબુ લઈ જઈ ધમકી આપી અલગ-અલગ હોટલમાં દુષ્કર્મ આચરી તારીખ 28 મે ના રોજ સવારે 9-00 વાગે દિયોદરમાં ઉતારી કહેલ કે આ વાત કોઈને કહીશ તો જુના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી નાસી ગયો હતો. ત્યારબાદ પરિણીતાના પતિના મોબાઈલ પર અલગ-અલગ પ્રકારના મેસેજ કરી પરેશાન કરતો તેમજ હું આત્મહત્યા કરી તમને ગુનામાં ફસાવી દેવાની ધમકી આપતો હોઇ આખરે પરિણીતાના પતિએ હિંમત આપતા વાવ પોલીસ મથકે દુષ્કર્મી પ્રેમી વસંતભાઈ પુરાભાઈ પરમાર (વજીર) (રહે.શુભમ સોસાયટી-દિયોદર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.