ત્રણ દિવસમાં 9.88 લાખ ભકતોએ મા અંબાનાં દર્શન કરી પાવન બન્યા : 27 વર્ષથી માલિશ કેમ્પનો લાભ
અંબાજી ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે શનિવારે પદયાત્રીઓના પ્રવાહમાં વધારો નોંધાયો છે. તીર્થધામને જોડતા માર્ગ પર જાણે માનવ સાંકળ રચાયેલી જોવા મળી રહી છે. ત્રીજા દિવસે 4,89,318 સહિત ત્રણ દિવસમાં 9.88 લાખ ભકતોએ મા અંબાનાં દર્શન કરી પાવન બન્યા હોવાનું વહિવટી તંત્રએ જણાવ્યું હતું.
છેલ્લા 27 વર્ષથી ચાલતા માલિશ કેમ્પનો લાભ લઇ રાહત અનુભવતા યાત્રાળુઓ : ભાદરવી પૂનમના મહા મેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે. આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે. આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. ત્યારે કલોલના જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે.
4.89 લાખ લોકો શનિવારે પધાર્યા
699 – ધજાઓ ચડાવાઇ
85240 – યાત્રિકોએ ભોજન લીધું
3.50લાખ – મોહનથાળ પેકેટ
7919 – ચીક્કી પ્રસાદ
10.080 – ગ્રામ સોનાની આવક