બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-10નું 86.23% પરિણામ જાહેર : ગત વર્ષની સરખામણીમાં 20 ટકા જેટલું પરિણામ વધુ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું. જેમાં જિલ્લાનું કુલ પરિણામ 86.23% નોંધાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ગત વર્ષની સરખામણીમાં 20 ટકા જેટલું પરિણામ વધુ નોંધાતા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠામાં ધોરણ 10 અને 12 ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ધોરણ 12 નું પરિણામ બે દિવસ અગાઉ થયું હતું. તેમજ ધોરણ 10નું પરિણામ શનિવારે જાહેર થતાં જિલ્લાનું કુલ 86.23% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ વહેલી સવારથી જ ઓનલાઇન પરિણામો જાણી એકબીજા મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ નોર્થ ગુજરાતમાં જિલ્લાનું પરિણામ સૌથી વધુ હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો જણાવ્યું હતું. તેમજ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર 97 ટકા પરિણામ આવ્યું છે, જે જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે. તેમજ સૌથી ઓછું ખોડા સેન્ટરનો 65 ટકા પરિણામ આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.