દાંતા અને અંબાજીમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સાથે દારૂના 8 કેસો નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

31 ડિસેમ્બર અને ન્યૂ ઇયરને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે 31 ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીમાં લોકો મોજ મસ્તી કરવા નીકળી પડતા હોય છે. તો સાથે સાથે 31 ફાસ્ટ ડિસેમ્બરને લઈને દારૂનું પ્રમાણ વધી જતો હોય છે. અમુક લોકો દારૂ પીને થર્ટી ફર્સ્ટ એન્જોય કરે છે. ત્યારે ગુજરાત રાજ્યની પોલીસ પણ દારૂબંધી અને દારૂ પીધેલા લોકોને અટકાવવા માટે સતત મોનેટરીંગ અને વોચ કરતી હોય છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈને ઠેર ઠેર જગ્યાએ પોલીસનો છાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ પોલીસની કામગીરી સામે આવી છે.


દાંતા પોલીસ દ્વારા દારૂના 5 કેસો 31 ડિસેમ્બરને લઈને નોંધવામાં આવ્યા હતા. ત્યારે અંબાજી ખાતે પણ અંબાજી પોલીસ દ્વારા 3 કેસો દારૂના નોંધવામાં આવ્યા છે. જેમાં અંબાજી ખાતે 2 કેસો ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના નોંધવામાં આવ્યા છે. ત્યારે 1 કેસ પીધેલી હાલતમાં એક વ્યક્તિનો કેસ નોંધવામાં આવ્યો છે. અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાલમસિંહ સલતાનસિંહ ડાભી (રહે.અંધારિયા) અને વિપુલ રમેશભાઈ પટેલ (રહે.કુંડેલી તાલુકા હિંમતનગર)ના ડ્રીન્ક એન્ડ ડ્રાઈવમાં કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે હીરા ખુમાભાઇ (રહે.જેતવાસ)નો આ કેસ પીધેલી હાલતમાં નોંધવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.