પાલનપુરમાં લીઝની 6 દુકાનો સીલ, 80ને નોટિસ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર પાલિકા દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલી દુકાનોના વેપારીઓ દ્વારા સમયસર ભાડું ન ચુકવતા પાલિકા દ્વારા 80 દુકાનોને નોટિસો આપી રેલવે સ્ટેશન વિસ્તાર સુભાષ શોપિંગ સેન્ટરની 6 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ 6 લાખ ઉપરાંતની વસુલાત કરવામાં આવી છે.પાલનપુર નગરપાલિકા હસ્તકની 1200 દુકાનો લીઝ પર છે. જેમાં કેટલાક વેપારીઓ દ્વારા સમયસર નગરપાલિકામાં ભાડુ ભરવામાં આવતું નથી. જેના કારણે પાલિકા દ્વારા રીઢા બાકીદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જુદા જુદા માર્ગ પર આવેલા 80 લીઝ ધારકોને નોટિસો ફટકારી ભાડુ ભરવા માટે તાકીદ કરવામાં આવી છે.

જોકે કેટલાક લીઝ હોલ્ડર દ્વારા ભાડુ ભરવામાં ન આવતા ઇન્ચાર્જ પાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી અને પ્રમુખ કિરણબેન રાવલની સૂચનાથી ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ ડામોર, દશરથજી ઠાકોર, બિપીન પરમાર સહિતની ટીમ દ્વારા 6 દુકાનોને સીલ મારવામાં આવી છે. તેમજ એક માસ દરમિયાન રૂ.6,42,000 ઉપરાંતની વસુલાત કરવામાં આવી છે. પાલિકાની વેરા શાખા એ જણાવ્યું હતું કે ” આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા સમયસર ભાડું ભરવામાં નહીં આવે તેમની દુકાન સીલ કરી વસુલાત કરવામાં આવશે.પાલનપુર મુખ્ય માર્ગ પર મોકાની જગ્યામાં વરસોથી લીઝ પર દુકાનો અપાયેલી છે. જેમાં પાકી દુકાનોમાં પ્રતિ ચોરસ ફૂટ ચાર રૂપિયા પ્રમાણે માસિક ભાડું ગણી કુલ ભાડું વસૂલવામાં આવે છે. જ્યારે કાચી દુકાન હોય તેનું બે થી અઢી રૂપિયા જેટલું ભાડું ગણવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.