વાવ તાલુકામાં લમ્પી વાયરસના લીધે એક માસમાં ૫૧૬૩ પશુઓના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા એક માસથી લમ્પી વાયરસને લઈ સમગ્ર ગુજરાતભરમાં પશુઓના મોતનો આંક વધી રહ્યો છે.ત્યારે ગતરોજ વાવ તાલુકા સરપંચ સંગઠને વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે વાવ તાલુકાના ૭૨ ગામોમાં એક માસના ટૂંકા ગાળામાં ૫૧૬૩ પશુઓ
મોતના મુખમાં ધકેલાયા છે. જે અંગેના સત્તાવાર ગામ વાઇઝ અકડાની સંખ્યા દર્શવાઈ હતી. વધુમાં સરપંચ સંગઠનના પ્રમુખ કિરણ સિંહ રાજપુતે જણાવ્યું હતું.કે એક તરફ દિન પ્રતિદિન પશુઓનો મોતનો આંક વધી રહ્યો છે. સરકાર મોતનો આકડો છુપાવી રહી છે. ઠેરઠેર પશુઓની દફન વિધિ થઈ રહી છે. ખુલલામાં પશુઓના મૃતદેહો રઝળી રહ્યા છે. માલધારીઓ પોતાના વ્હાલ સોયા પશુઓ ગુમાવી રહ્યા છે. ત્યારે તંત્ર જાગૃત બની પશુઓનું રસીકરણ કરાવે તેમજ પીડિતમાલધારીઓને સહાય આપે તેવી માંગ કરાઈ હતી. જ્યારે કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે જણાવ્યું હતું કેપશુઓને જે દવાની જરૂર છે. તે દવાઓનો સ્ટોક પશુ દવાખાનામાં નથી. ૭૨ ગામો વચ્ચે ચાર
ડોકટરોથી પહોંચી વળાતું નથી. સેવાભાવી સંસ્થાઓ અને ગોભક્તો સેવા કરી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે દિન પ્રતિદિન પશુઓનો મોતનો આંક વધી ગયો તો ગો માતાનું અસ્તિત્વ જાેખમમાં મુકાઈ જશે તો સત્વરે રાજ્ય સરકાર પશુઓના મોતના સાચા આંકડા રજૂ કરી અબોલ જીવોની વ્હારે આવી તેવી ઉગ્ર માંગ છે. જાેકે વાવમાં પશુઓનો મૃત્યુઆંક એક હજાર પહોંચી ચુક્યો છે.આ મુદ્દો રાજ્ય સરકારને ગંભીરતા દાખવાની તાતી જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.