51 શક્તિપીઠના દર્શન કરવા ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભા અંબાજીના દર્શને આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ભક્તોનો અવિરત પ્રવાહ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દેખાઈ રહ્યો છે. પરિક્રમા મહોત્સવમાં દૂર દૂરથી માઈભક્તો મા અંબાના ધામે આવેલા 51 શક્તિપીઠના દર્શન કરવા ઉમટી રહ્યા છે અને એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આખેઆખી વિધાનસભા અંબાજીના દર્શને આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ, મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જોડાયા હતા. CM સહિત તમામ ધારાસભ્યોએ મા અંબાની આરતી ઉતારી હતી.

અંબાજીના ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પધાર્યા છે. જેઓએ 51 શક્તિપીઠના તમામ સંકુલોમાં દર્શન અને આરતી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બરના ટોચ ખાતે આરતી કરી. જે માટે હર્ષ સંઘવી સહિત ધારાસભ્યોએ બસમાં સવાર થઈ અંબાજી આવવા નીકળ્યા હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યાં બસમાં પ્રવાસનો આનંદ માણતા ‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેણે મને માયા લગાડી રે’ ભજન ગાતા ગાતા અંબાજી પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.