ડીસાના દેલાણીયાપુરામાં રૂપિયા 99.65 લાખના ખર્ચે 5 રૂમનું નિર્માણ થશે
ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું: ડીસા તાલુકામાં અનેક વિકાસ કામો થઈ રહ્યા છે. ત્યારે મહત્વના કામોમાં પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર વિશેષ કરીને ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ડીસા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે પાયાની સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં ડીસાના ધારાસભ્ય સતત પ્રયત્નશીલ રહ્યા છે. રવિવારે ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે તાલુકાના દેલાણીયાપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પાંચ નવા ઓરડાઓનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 99.65 લાખના ખર્ચે આ શાળામાં પાંચ રૂમનું નિર્માણ થશે. જે તૈયાર થતાં અહીં અભ્યાસ કરતા બાળકોની ભૌતિક સુવિધામાં વધારો થશે.
દેલાણીયાપુરા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, તમામ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા વિધાનસભા મતવિસ્તારમાં આવેલી 10 જેટલી માધ્યમિક શાળાઓમાં અગાઉ સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
Tags constructed Delaniapura