પાલનપુર ન્યુ બસપોર્ટ પરથી 4 મહિલાઓ દારૂ સાથે ઝડપાઇ : 1 ફરાર મહિલા સહિત 5 સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રૂ.22,494 ના વિદેશી દારૂ સાથે 4 મહિલાઓ ઝડપાઇ: 1 ફરાર મહિલા સહિત 5 સામે ફરિયા પાલનપુર ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર પ્લેટફોર્મ નં.6 પર ઉભેલી ચાર મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે એરોમાં સર્કલ પાસે આવતા તેઓને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર પ્લેટફોર્મ નં.6 પર પંચો રૂબરૂ રેડ કરી હતી. જેમાં પ્લેટફોર્મ પર ઉભેલી ચાર મહિલાઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, પોલીસે વિદેશી દારૂની 88 બોટલ તથા બિયરની 188 બોટલ મળી રૂ.22,494 ની કિંમત નો વિદેશી દારૂ અને રૂ.5000 નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.27,494 નો મુદ્દામાલ કબ્જે લઈ એક ફરાર અને 4 ઝડપાયેલી મહિલાઓ સહિત કુલ 5 મહિલા ઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશી દારૂ સાથે ઝડપાયેલી મહિલાઓ

(1)કાજલબેન સાગરભાઈ ચુનારા (દેવીપૂજક)

(2)ગૌરીબેન રાજુભાઇ ચુનારા (દેવીપૂજક)

(3)રેખાબેન મહેન્દ્રભાઈ ચુનારા (દેવીપૂજક)

(4)મિતલબેન દીનેશભાઈ ચુનારા (દેવીપૂજક)

તમામ રહે. કંકોડીયાવાસ, રાયપુર દરવાજા પાસે, અંકુર મિલની સામે, કાગડાપીઠ, અમદાવાદ.

ફરાર મહિલા:-

(5)હંસાબેન શંકરભાઇ ચુનારા (દેવીપૂજક) રહે.ચુનારાવાસ, બિગ બજારની સામે, કાગડાપીઠ, અમદાવાદ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.