ડીસામાં માટી ચોરી કરતાં 4 ઇસમો ઝબ્બે, 65 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે ડીસા રૂરલ પોલીસે માટીચોરી કરતા 1 હીટાચી મશીન અને 3 ટ્રક મળી કુલ 65 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગઇકાલે મોડીરાત્રે બાતમી આધારે પોલીસે રેડ કરતાં માટી ચોરી કરતા ઇસમોમાં દોડધામ મચી હતી. પોલીસે પંચો સાથે રાખી કાર્યવાહી કરી માટીચોરી કરતા 4 ઇસમો સામે આઇપીસી અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કોવિડ ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરવા મોકલી આપ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામેથી પોલીસે માટી ચોરી ઝડપી પાડી છે. ગઇકાલે રાત્રે બાતમી આધારે પોલીસે કાંટ ગામના તળાવ વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં તળાવમાં ખુલ્લી પડેલી ટ્રક જેમાં ઇટાચી મશીન ભરવા રાખેલ હતુ. આ સાથે પીળા કલરનું ચેનવાળું ઇટાચી મશીન ચાલુ હાલતમાં હોઇ પોલીસે માટી ચોરી કરતા ઇસમોની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા રૂરલ પોલીસે બાતમી આધારે કરેલી રેડમાં 65 લાખનો મુદ્દામાલ ઝડપાતાં માટીચોરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે ઇટાચી મશીન પીળા કલરનું જેની કિ.રૂ.30,00,000, આઇવા ટ્રકની કિ.રૂ. 15,00,000, આઇવા ટ્રકની કિ.રૂ.15,00,000 અને ખુલ્લી ટ્રકની કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ. 65,00,000નો મુદ્દામાલ ઝડપી પાડી 4 ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ડીસા રૂરલ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 379, 511, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ
શ્રીરામ સોનારામ રબારી, રહે. ફીસગામ, તા. લુની, જી. જોધપુર(રાજસ્થાન)
જગદીશ મસાજી ઠાકોર, રહે. અસાણા, તા. ભાભર
દિનેશ પીરાભાઇ ઠાકોર, રહે. રતનપુર, તા. દાંતીવાડા
ટીનુ પ્રભાતસિંહ દરબાર, રહે. સદરપુર, તા. ડીસા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.