પાલનપુરના મલાણા ગામે મહિલાની હત્યા કરનારા પતિ સહિત ૪ ઝડપાયા
પાલનપુરના મલાણા ગામમાં રહેતા એક મહિલાનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની સ્ટોરી ઉપજાવી કાઢવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસને અંતે મહિલાની હત્યા થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં ખુદ પતિએ જ હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં
આવતા તાલુકા પોલીસે પતિ સહિત ૪ આરોપીઓને દબોચી લીધા હતા. પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ
ચૌધરીના બેનના લગ્ન ઉત્તમપુરા મલાણાના માનજીભાઈ ભીખાભાઈ ચૌધરી સાથે થયા હતા. પરંતુ પતિ, પત્ની અને સાસુ વચ્ચે ઘર કંકાસના વચ્ચે ૨૨ ઓગસ્ટ ના રોજ ગીતાબેનનું મોત નીપજ્યું હતું. જે અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
જે ગુનાની તપાસમાં ગીતાબેનના પતિ માનજીભાઈ ભીખાભાઈ ફોફ તેમજ તેમના સાસુ સંતોકબેન ભીખાભાઈ ફોફને ડીસા નજીકથી ઝડપી લઈ પૂછપરછ કરતા તેમના પતિએ દરરોજના ઝઘડા અને ઘર કંકાસના કારણે રૂપિયા ૧૫ હજારમાં બહારના માણસોને બોલાવી અને પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા આ મહિલાના પતિ, સાસુ તેમજ અન્ય બે શખસોની અટકાયત કરી વધુ હાથ ધરી હતી.