વલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા બકરાં યુનિટની યોજનામાં અમીરગઢ-દાંતા તાલુકામાં લાભાર્થી મહિલાઓને 4.9 લાખની સહાય

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતા અમીરગઢ અને દાંતા તાલુકામાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અન્વયે દાંતા તાલુકામાં 6 અને અમીરગઢ તાલુકામાં 5 આદિવાસી મહિલાઓ આ યોજનાથી લાભાન્વિત થયા છે. કુલ 11 મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ 4,95,000 ની સહાય સબસીડી પેટે આપવામાં આવી છે. આ યોજનાથી મહિલા આદિવાસી લાભાર્થીઓ બકરાં ઉછેર કરી આર્થિક સદ્ધરતા સાથે પરિવારનું જીવન ગુજરાન કરી શકે છે. અમીરગઢ તાલુકાના રબારણ ગામે આદિવાસી મહિલાએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત,પાલનપુર કચેરી દ્વારા 10 બકરીઓ અને 1 નર બકરા ની ખરીદ કરવા વર્ષ 2022-23 અન્વયે 45000 સહાય ચુકવવામાં આવી છે. આ સહાય અંતર્ગત લાભાર્થી મહિલાને 10 બકરીઓ અને 1 નર બકરાનું યુનિટ, બકરાં બાંધવા માટે સાંકળ, 11 નંગ તગારાં, દાણ-ખાણ, મેડિકલ ટ્રીટમેન્ટ, દવા, સૂકો ચારો અને પાકો સેડ બનાવી આપવામાં આવે છે. આદિવાસી સમાજ ખેતી અને પશુપાલન આધારિત જીવન જીવે છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં , મરઘાં જેવા પ્રાણીઓ એમના રોજિંદા જીવનમાં મહત્વનો ભાગ ગણાય છે. આથી ખેતી અને પશુપાલન સંબંધિત સહાય આદિવાસી પરિવારો માટે ઘરબેઠા ગંગા સમાન પુરવાર થઇ છે. પશુપાલન પણ થઈ શકે અને આર્થિક સહાય પણ મળે જેના થી એમની ખેતી અને પશુપાલન પ્રવૃત્તિ ને વેગ મળવાની સાથે તેમની આવકનું સ્તર પણ ઊંચું આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.