અંબાજી મંદિર પરિસરમાં ચાલતા થ્રી ડી થિયેટર ને સિલ મારી દેવાયું,માઈ ભક્તોની સુરક્ષા ને ધ્યાને રાખીને કરાયુ સીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી મંદિર પરિસરમાં ચાલતા થ્રી ડી થિયેટરને સિલ મારી દેવાયું છે, આ થ્રી ડી થિયેટરમાં સમગ્ર પરિસર માં 51 શક્તિ પીઠ ની 51 મૂર્તિઓ અને મહિસાસુર મર્દની ની મોટી મૂર્તિઓ બનાવેલી છે તે પણ સમગ્ર ફાઇબર માંથી બનાવેલી છે આ થ્રી ડી થિયેટરમાં બે થિયેટર છે. જેમાં કુલ 160 ની કેપેસિટી ધરાવતા   બે થિયેટર હતા જેમાં ગ્લાસ વોક પણ હતું પર મોટી સંખ્યામાં યાત્રિકો કાચ ના પુલ ઉપર ચાલવાનું મજા લેતા હોય છે, હાલ તબક્કે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને લઇ અધિકારીઓ દ્વારા આ થ્રીડી થિયેટર તપાસ કરતા ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી તેમજ ફાયર સેફ્ટીની એન.ઓ.સી ન મળતા તાત્કાલિક અસરથી થ્રીડી  થિયેટર ને ગ્લાસ વોક ને સીલ મારી દેવામાં આવી છે.

અધિકારી ના જણાવ્યા પ્રમાણે થ્રીડી થિયેટરમાં આખો વિસ્તાર ફાઇબરથી બનેલું હોવાથી તેમાં જો આગ જેવી  ઘટના બને તો મોટી હોનારત સર્જાઈ શકે છે તેવી પરિસ્થિતિ ધ્યાને લેતા તાત્કાલિક અસરથી યાત્રિક આ થ્રી ડી થિયેટરમાં જઈ નહિ શકે અને કોઇ હોનારત ન સર્જાય તેને લઈ ની સિલ મારવાની કામગીરી કરવામાં આવી હતી, અને ફાયર સેફ્ટી ની સુવિધા અને એન.ઓ.સી ઉપલબ્ધ કરાવીએ મેળવ્યા બાદ આ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ અંબાજી મંદિર નાં અધીક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યુ હતુ.

રાજકોટ કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક નીચે આવેલા થ્રી ડી સીનેમા મા પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દાંતા મામલતદારની ટીમ અને ફાયર વિભાગના અઘિકારીઓ દ્વારા થ્રી ડી થિયેટર મા તપાસ કરતા ફાયર સહિતની ઘણી બેદરકારી સામે આવી હતી અને ટ્રસ્ટ દ્વારા નોટીશ આપવામા આવી હતી.

ત્યારે દેવેશ એન્ટર પ્રાઇઝ, જામનગર દ્રારા વિવિઘ પુરાવાઓ આપવામા આવ્યા હતાં અને ફરીથી ચેકીંગ હાથ ધરવામાં આવતાં ફરી બેદરકારી સામે આવતાં ટ્રસ્ટ દ્વારા નિયમો અનુસાર થ્રી ડી થિયેટર ને માઈ ભક્તોની સુરક્ષા ને ધ્યાને રાખીને સીલ કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.