લોકસભા ચૂંટણીમાં 36 હજાર યુવા મતદારો પહેલી વાર મતદાન કરશે

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યકમ હેઠળ આવેલા 36 હજાર યુવા મતદારો પહેલી વાર મતદાન કરશે. જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25.1 લાખથી વધીને 25.51 લાખ થઈ છે.

જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25.1લાખથી વધીને 25.51 લાખ થઈ છે. કુલ 49, 494 યુવા મતદારોનો મતદારયાદીમાં ઉમેરો થયો છે. 1 જાન્યુ.24ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીપંચ દવારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 5 જાન્યુ. એ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે.

આ કાર્યક્રમ દરમ્યાન 22549 પુરૂષ, 26943 સ્ત્રી તથા 2 ત્રીજી જાતિના મળી કુલ 49,494 મતદારોનો મતદારયાદીમાં ઉમેરો થયો છે. જે પૈકી 18-19 વર્ષની વયજૂથમાં 20,653 પુરૂષ, 15,444 સ્ત્રી એમ કુલ 36097 મતદારોનો ઉમેરો થયો છે. જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25,02,107થી વધીને 25,51,601 થઈ છે. જિલ્લાનો જેન્ડર રેશીયો 932 થી વધીને 936 થયો છે. કાર્યક્રમ દરમ્યાન મતદારયાદીમાં નોધાયેલા મતદારોને સ્પીડ પોસ્ટ મારફત એપિક કાર્ડ મળી જાય તે મુજબનું આયોજન ભારતના ચૂંટણીપંચ દ્વારા કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.